પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ કોસ્ટ ગાર્ડ કર્મચારીઓને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“તમામ કોસ્ટ ગાર્ડ કર્મચારીઓને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ. ભારતીય કોસ્ટ ગાર્ડ તેની વ્યાવસાયિકતા અને આપણા દરિયાકિનારાને સુરક્ષિત રાખવાના પ્રયાસો માટે જાણીતું છે. હું તેમને તેમના ભાવિ પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ પણ પાઠવું છું. @IndiaCoastGuard”