પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘સ્વસ્થ દૃષ્ટિ સ્મૃતિ કાશી’ અભિયાન સાથે જોડાયેલા તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ મનસુખ માંડવિયાના ટ્વીટના જવાબમાં ટ્વીટ કર્યું:
“કાશીના મારા તમામ ભાઈઓ અને બહેનોને હાર્દિક અભિનંદન જેઓ આ અભિયાનનો ભાગ બન્યા છે. તમારું સ્વસ્થ જીવન કાશીના વિકાસને નવી ઊર્જા આપશે.”