પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી અન્નને લોકપ્રિય બનાવવા માટે સમગ્ર ભારતમાં હાથ ધરાયેલા પ્રયાસોની પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રી આસામ સચિવાલયમાં બાજરી કાફેના ઉદ્ઘાટન વિશે આસામના મુખ્ય મંત્રીના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા.
શ્રી મોદીએ ટ્વીટ કર્યું:
“શ્રી અન્નને લોકપ્રિય બનાવવા માટે સમગ્ર ભારતમાં હાથ ધરવામાં આવેલા આના જેવા વિવિધ પ્રયાસો જોઈને આનંદ થયો.”