રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ને પ્રત્યેક સમાજ નો ઘટક RSS નામથી ઓળખે છે
RSS સંગઠનની સ્થાપના ઈ. સ.1925 મા થઈ હતી મહારાષ્ટ્ર ના નાગપુર શહેર મા એક શાખા સરુ થઈ હતી મોહિતે વાળા મેદાન મા કરવામાં આવી હતી, આર.એસ.એસ. ના સરસંઘચાલક માર્ચ, ૨૦૦૯થી મોહન ભાગવત છે.
હિન્દવ: સોદરા: સર્વે,
ન હિન્દૂ: પતિતો ભવેત્।
મમ દીક્ષા હિન્દૂ રક્ષા,
મમ મંત્ર: સમાનતા ।।
અર્થાત….
બધા હિન્દુ એક જ માતાના સંતાન છે. કોઈપણ હિન્દુ પતિત ન હોઈ શકે. હિન્દુઓની રક્ષા મારી દીક્ષા છે, સમાનતા એ મારો મંત્ર છે. આ મંત્રનો ઉદ્ઘોષ થયો.
આજે આપણે વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થા, RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) વિશે વાત કરીશું. કેટલાક કહે છે કે તે ફક્ત હિન્દુઓનું જ સંઘ છે,કેટલાક કહે છે કે તે મુસ્લિમોની વિરુદ્ધ છે અને કેટલાક તો કહે છે કે તે ભારતની વિરુદ્ધ છે.આજે અમે તમને વિગતોના તથ્યો દ્વારા આરએસએસ વિશે જણાવીશું.
આરએસએસ તેની વ્યાપક શાખાઓ અને સેવા પહેલો દ્વારા સમુદાયની પહોંચ, આપત્તિ રાહત અને સાંસ્કૃતિક સંરક્ષણમાં સક્રિયપણે જોડાય છે. તે શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને ભારતીય પરંપરાઓને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સંસ્થા નેતૃત્વ કાર્યક્રમો અને કૌશલ્ય વિકાસ પહેલ દ્વારા યુવા સશક્તિકરણ પર પણ ભાર મૂકે છે. તે તેની વૈચારિક ભૂમિકાની ટીકાઓને સંબોધિત કરતી વખતે સેવા (સેવા) પ્રોજેક્ટ્સ અને પર્યાવરણીય પ્રયાસોનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખે છે.
માર્ચ 2023માં, RSSએ તેની શાખાઓની સંખ્યા વધારીને એક લાખ કરવાની અને દેશમાં 2,500 નવા પ્રચારકોની નિમણૂક કરવાની યોજના બનાવી. 2024 માં, 73117 શાખાઓ, 45600 સ્થાનો, 27717 મિલન અને 10
નીચે મુજબની સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે જેના દ્વારા વિવિધ સામાજીક અને સેવાકીય પ્રવ્રુત્તિઓ જે તે ક્ષેત્રોમા ચલાવવામાં આવે છે.
567 મંડળીઓ સાથે, કુલ 157001 સ્થાનો હતા.2023 અને 2024 વચ્ચેના તુલનાત્મક આંકડા નીચે દર્શાવેલ છે.
સંઘ સાથે સંકળાયેલી સંસ્થાઓ
સંઘ દ્વારા વિવિધ ક્ષેત્રોને આવરી લેતી
ભારતીય મજ્દૂર સંઘ – મજૂર કલ્યાણને ક્ષેત્રે કાર્યરત છે.
ભારતીય કિસાન સંઘ – કિસાનોના કલ્યાણ ક્ષેત્રે પ્રવ્રુત્ત છે.
સેવા ભારતી – સમાજના લોકો માટે સેવા પ્રવ્રુત્તિઓ ચલાવે છે.
ભારતીય જનતા પક્ષ – સંઘની રાજકીય પાંખ છે
વિષ્વ હિંદુ પરીષદ – હિંદુ સમાજ ને લગતા કાર્યો કરે છે.
બજરંગ દળ – વિશ્વ હિંદુ પરિષદની યુવા પાંખ છે.
રાષ્ટ્ર સેવીકા સમિતિ – મહીલાને લગતી સેવાઓમા કાર્યરત છે.
અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ – ભારતીય જનતા પક્ષની વિદ્યાર્થી પાંખ છે
હિંદુ સ્વયંસેવક સંઘ – વિદેશમાં રહેતા હિંદુઓનું સંગઠન છે.
સ્વદેશી જાગરણ મંચ – સ્વદેશી ચીજ-વસ્તુઓને પ્રોત્સાહન આપવાની ચળવળ ચલાવે છે.
વિદ્યા ભારતી – દેશભરમાં શાળાઓ ચલાવે છે.
વનવાસી કલ્યાણ કેન્દ્ર – વનવાસી બંઘુઓની સેવામા પ્રવ્રુત્ત છે.
મુસ્લિમ રાષ્ટ્રીય મંચ – મુસ્લિમોના કલ્યાણ ક્ષેત્રે કાર્યરત છે.
રાષ્ટ્રીય શિખ સંગત – શિખ સમુદાયના કલ્યાણ ક્ષેત્રે કાર્યરત છે.
લઘુ ઉદ્યોગ ભારતી – લઘુ ઉદ્યોગને લગતી પ્રવ્રુત્તિઓ કરે છે.
વિશ્વ સમાચાર કેન્દ્ર – સમાચાર માધ્યમોને લગતી બાબતોનું સંચાલન કરે છે.
વિવેકાનંદ કેન્દ્ર – સ્વામી વિવેકાનંદના વિચારોનો પ્રચાર કરે છે.
સરસ્વતી શિશુ કેન્દ્ર – દેશભરમાં બાલમંદિરો ચલાવે છે.
ભારતીય વિચાર કેન્દ્ર – સંઘની વિચારદ્વારા પ્રસાર કરતી “થીંક ટેંક” છે.
ઉદ્દેશો અને હેતુઓ
સંઘનો મુખ્ય ઉદ્દેશ તેના કાર્યકરો દ્વારા હિંદુ સમાજની ઘરોહરની રક્ષા અને હિંદુ સમાજમા એકતા દ્વારા રાષ્ટ્રઘડતર છે. આ ઉપરાંત સંઘ તેના કાર્યકરોમાં શિસ્ત, નીડરતા, વીરતા અને નિસ્વાર્થ સમાજસેવા જેવા ગુણો દ્વારા સમાજ અને રાષ્ટ્ર સેવાનો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેની સ્થાપનાથી અત્યાર સુધી અનેકવીઘ આંદોલનો અને ચળવળોમાં ભાગ લીધો છે .હિંદુ સમાજમાં અસ્પૃશ્યતાના દુષણ સામે તથા સ્વદેશી માલ-સામાન ખરીદવાના અભિયાન સતત ચલાવે છે જ્યારે રામજન્મભૂમી મુક્તી,કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દુર કરવા માટે ,ગોઆને પોર્ટુગીઝ શાસનમાથી મુક્ત કરાવવાના આંદોલનોમા સંઘ અને તેના કાર્યકરોએ સક્રીય ભાગ ભજ્વ્યો હતો. ૧૯૬૨ના ચીન સાથેના તથા ૧૯૬૫ અને ૧૯૭૧ના પાકીસ્તાન સાથેના યુધ્ધ દરમ્યાન દેશની આંતરીક સુરક્ષાના પ્રયાસોમાં તેનો ફાળો આપ્યો હતો. દેશમાં જ્યારે પણ ધરતીકંપ,પૂર, દુકાળ અને ત્સુનામી જેવી આફતોમાં આવે ત્યારે સંઘ અને તેના કાર્યકરો અસરગ્રસ્તોની સેવામા અને રાહતકાર્યોમાં સહયોગ આપે છે.
બંધારણ અને કાર્યપધ્ધતી
સંઘની શાખાઓ વિવિઘ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમા કોઇ એક્ રમતગમતના મેદાન પર દર અઠવાડીયે એક વાર મળે છે જ્યાં કાર્યકર્તાઓ વિવિધ શારિરીક અને બૌધીક પ્રવ્રુત્તિઓમા ભાગ લઈને પ્રવ્રુત થાય છે. આ ઉપરાંત કસરત,સુર્યનમસ્કાર લાઠીદાવ વીગેરે શીખવવામા આવે છે. બૌધ્ધીક સભામા રાષ્ટ્રભક્તીના ગીતો અને સાંપ્રત દેશ-વિદેશની સમસ્યાઓ અને વિષયો પર ચર્ચાઓ કરવામાં આવે છે. સંઘની અઠવાડીક સભામાં તેનો માન્ય ગણવેશ (ખાખી ચડ્ડી અને સફેદ ખમીસ) પહેરવાનો હોય છે આ ઉપરાંત સંઘનુ ગીત “નમસ્તે સદા વત્સલમ માત્રુભૂમી” નું પઠન થાય છે. સ્વયંસેવકની ઉપર શાખાનો મુખ્ય કાર્યવાહક અને મુખ્ય શિક્ષક હોય્ છે. સંઘના વિવિધ અભ્યાસ અને શિક્ષણ બાદ સક્રિય સ્વયંસેવકો કાર્યકર્તાઓ બને છે જે મોટા ભાગે ગ્રુહસ્થી હોય છે. જે કાર્યકરો સંઘના કાર્ય માટે તેમનુ જીવન અર્પણ કરી પુર્ણ સમય સંસ્થા પાછળ આપે છે તેઓ પ્રચારક તરીકે ઓળખાય છે અને તેઓ સંસ્થાના કાર્યનો દેશ અને વિવિધ રાજ્યોમાં પ્રસાર કરે છે.
ડિસેમ્બર મહિના ના ખુબજ ઠંડી ના સમય જયારે લોક ભાગ ગાદલા ના અંદર સુઈ ને ટાઈમપ્રસાર કરે છે ત્યારે એક સવ્ય સેવક જે રાષ્ટ ના વિકાસ અને લોક હીત માટે સખા લગાવે છે. તેવુંજ ગુજરાત ના અમદાવાદ ના રખિયાલ વિસ્તાર ના દીનદયાલ ફ્લેટ અને અંબાલાલ બગીચા માં ભારે ઠંડી માં સંઘ વિસ્તાર ની શાખા લગાડવા માં આવ્યું અને ભારે સંખ્યા માં બાળાઓ અને ફૂલકાવો અને વરિષ્ટ નાગરિકો જોડે મળી શાખા લગાડવા માં આવ્યું. શાખા ની કામગીરી અતુલ્ય વખાડવા જેવું છે. શાખા ના અંદર ની કામગીરી ને સફળ બનાવ માટે મહેશભાઈ દેસાઈએ પોતાના કાર્ય કરો ને યોગ્ય માર્ગદર્શન આપ્યું અને આઝાદ ભાઈ, ધવલભાઈ, દિપક વિશ્વકર્મા, ધ્રુવ ગુપ્તા, પ્રેમભાઇ, અને બીજા અનેકો કાર્યકરો એ નિસ્વાર્થ દ્રિષ્ટિ રાખી રાષ્ટ માટે પોતાનો સમય ફાળવ્યો.
શાખાના અંદર વિવિધ શારિરીક અને બૌધીક પ્રવ્રુત્તિઓમા ભાગ લઈને પ્રવ્રુત થાય છે. આ ઉપરાંત કસરત,સુર્યનમસ્કાર લાઠીદાવ વીગેરે શીખવવામા આવે છે. બૌધ્ધીક સભામા રાષ્ટ્રભક્તીના ગીતો અને સાંપ્રત દેશ-વિદેશની સમસ્યાઓ અને વિષયો પર ચર્ચાઓ કરવામાં આવે છે. સંઘની અઠવાડીક સભામાં તેનો માન્ય ગણવેશ (ખાખી ચડ્ડી અને સફેદ ખમીસ) પહેરવાનો હોય છે આ ઉપરાંત સંઘનુ ગીત “નમસ્તે સદા વત્સલમ માત્રુભૂમી” નું પઠન થાય છે. સ્વયંસેવકની ઉપર શાખાનો મુખ્ય કાર્યવાહક અને મુખ્ય શિક્ષક હોય્ છે. સંઘના વિવિધ અભ્યાસ અને શિક્ષણ બાદ સક્રિય સ્વયંસેવકો કાર્યકર્તાઓ બને છે જે મોટા ભાગે ગ્રુહસ્થી હોય છે. જે કાર્યકરો સંઘના કાર્ય માટે તેમનુ જીવન અર્પણ કરી પુર્ણ સમય સંસ્થા પાછળ આપે છે તેઓ પ્રચારક તરીકે ઓળખાય છે અને તેઓ સંસ્થાના કાર્યનો દેશ અને વિવિધ રાજ્યોમાં પ્રસાર કરે છે.
1. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ,જે 2025 સુધીમાં 100 વર્ષ જૂનો થશે,તેની સ્થાપના 1925 માં ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર દશેરાના દિવસે કરી હતી.
આરએસએસનું મુખ્ય મથક મહારાષ્ટ્રના નાગપુરમાં છે.આરએસએસના સરસંઘચાલક એ મોહન ભાગવત જી છે જે બ્રાહ્મણ જ્ઞાતિથી સંબંધદિત હતા.મોહન ભાગવત ભારતના એવા થોડા લોકોમાંથી એક છે,જેને ઝેડ + સુરક્ષા આપવામાં આવી છે.
3. 30 જાન્યુઆરી, 1948 ના રોજ દિલ્હીના બિરલા ભવનમાં સાંજે 5.10 વાગ્યે નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારી હત્યા કરી હતી.હત્યા બાદ આરએસએસનું નામ ઉછાળવા આવ્યું હતું. એવું કહેવામાં આવતું હતું કે ગોડસે આરએસએસના સભ્ય છે જ્યારે ગોડસેએ 1930 માં જ આરએસએસ છોડી દીધું હતું. તે જ સમયે,સમગ્ર વિશ્વને જાણ થઈ કે ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામની એક સંસ્થા છે.તે જ સમયે, દેશના ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલે આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો.નેહરુ ઇચ્છતા હતા કે આરએસએસ પર કાયમ માટે પ્રતિબંધ મુકાય, પરંતુ પુરાવાના અભાવને લીધે સરદાર પટેલે તેમ કરવાની ના પાડી અને જુલાઈ 1949 માં આરએસએસ પરથી આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો.
4.આરએસએસની પ્રથમ શાખામાં ફક્ત 5 લોકો (સંઘીઓ) જોડાયા હતા પરંતુ આજે આરએસએસની દેશભરમાં 60,000 થી વધુ શાખાઓ છે અને એક શાખામાં આશરે 100 સ્વયંસેવકો છે.આજે, આરએસ એસ એ વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થા છે. 5.આરએસએસમાં કોઈ મહિલા નથી કારણ કે તેને મંજૂરી નથી.રાષ્ટ્રીય સેવિકા સમિતિ મહિલાઓ માટે છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને રાષ્ટ્રીય સેવિકા સમિતિ બંને જુદા જુદા છે પરંતુ બંનેનો મત સમાન છે.ઘણા લોકોને એવી ગેરસમજ થાય છે કે સેવિકા સમિતી પણ આરએસએસનો એક ભાગ છે પરંતુ તે આવું નથી.
6.આરએસએસનો વર્ગ શાખા તરીકે ઉપયોગમાં લેવાય છે. સવારની શાખાને પ્રભાત શાખા કહેવામાં આવે છે.સાંજની શાખાને સાંજની શાખા કહેવામાં આવે છે. અઠવાડિયામાં એક કે બે વાર શાખાને મીટિંગ શાખા કહેવામાં આવે છે.જે શાખા મહિનામાં એક કે બે વાર યોજાય છે તેને સંઘ મંડળીકહેવામાં આવે છે.
7.આરએસએસ શાખાઓમાં, શાખાના અંતમાં એક પ્રાર્થના ગવાય છે.નમસ્તે સદા વત્સલે સંઘની સ્થાપનાના 15 વર્ષ પછી તે ગવાવા માંળી.અગાઉ મરાઠીમાં એક શ્લોક અને હિન્દીમાં એક શ્લોક ગવાય છે.
8.આરએસએસ દેશ માટે કામ કરી રહ્યું છે પરંતુ તેના પર પણ આરોપ મૂકાયો છે.આરએસએસએ 1962 માં ભારત-ચીન યુદ્ધમાં સરકારને સંપૂર્ણ ટેકો આપ્યો હતો.આથી ખુશ,નહેરુએ આરએસએસને 1963 ના રિપબ્લિક ડે પ્રરેડમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. આરએસએસએ પૂર અને કુદરતી આફતો વગેરેમાં પણ દેશ-વિદેશ માટે કામ કર્યું છે.
9.આરએસએસ સભ્યો કોઈપણ પોસ્ટ પર જાય મોટાભાગના કામ જાતે કરી શકે છે જેમ કે કપડાં ધોવા, રાંધવા,વગેરે. અને તેઓ ઉચ્ચ અધિકારીને ખૂબ જ આજ્ઞાકારી છે. 10.સંઘ માટે કામ કરતી વખતે આરએસએસ પ્રચારકે અપરિણીત રહેવું પડે.અને અન્ય સંઘના વિસ્તૃતકો છે,જે ગૃહસ્થ જીવનમાં રહે છે અને કિશોરોને સંઘ સાથે જોડવાનું કામ કરે છે.
11.આરએસએસ પ્રચારક બનવા માટે,કોઈપણ સ્વયંસેવકે 3 વર્ષ માટે OTC એટલે કે અધિકારી તાલીમ શિબિરમાં ભાગ લેવો પડશે. અને બ્રાંચ હેડ બનવા માટે ITC એટલે કે પ્રશિક્ષક તાલીમ શિબિરમાં 7 થી 15 દિવસ સુધી ભાગ લેવો પડે છે.
12.એવું નથી કે આરએસએસમાં ફક્ત હિન્દુ છે,તમારી માહિતી માટે, કહો કે આરએસએસમાં પણ મુસ્લિમ છે.2002 થી આરએસએસ ‘મુસ્લિમ રાષ્ટ્રીય મંચ’ નામની પણ ચલાવે છે. જે આશરે 10,000 મુસ્લિમો છે.
13. ભાજપના મુખ્ય નેતાઓ અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી આરએસ એસના પ્રચારકો રહ્યા છે.
14.આરએસએસનો પોતાનો અલગ ધ્વજ છે, ભગવો રંગ છે.આ ધ્વજ બધી શાખાઓમાં ફરકાવવામાં આવે છે.આરએસએસ કોઈ પણ પુરુષને નહીં પરંતુ ભગવો ધ્વજને તેના ગુરુ માને છે.
15. આરએસએસ ડ્રેસમાં બ્લેક ટોપી, સફેદ શર્ટ, કાપડનો પટ્ટો, ખાકી નિકર, ચામડાના પગરખાં છે. હવે ખાકી નિકરની જગ્યાએ ફુલ પેન્ટ્સ કરવામાં આવ્યા છે.
16. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના 40 દેશોમાં છે. વિદેશમાં સંઘની પ્રથમ શાખા કેન્યાના મોમ્બાસામાં હતી.